Surati Petis Recipe: સુરતી સ્ટાઈલ લીલા વટાણાની પેટીસ ઘરે બનાવો


By Vanraj Dabhi02, Dec 2024 11:12 AMgujaratijagran.com

વટાણાની પેટીસ

પેટીસ તો દરેક લોકોએ ખાધી હશે, પરંતુ તે ઘરે પરફેક્ટ બનતી નથી હોતી. ચાલો જાણીએ લીલા વટાણાની પેટીસની રેસીપી.

સામગ્રી

બટાકા, બેસન, લીલા વટાણા, લીંબુનો રસ, લીલા મરચા, આદુ, લસણ, કોથમીર, સફેદ તલ, ખાંડ, ગરમ મસાલો, મીઠું, નારિયેળ, તેલ, જીરું, ખાવાનો સોડા, મીઠો લીમડો.

સ્ટેપ-1

સૌ પ્રથમ બટાકાને બાફી તેની છાલ ઉતારી તેને મેશ કરી તેમાં બેસન ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારમાં આદુ-મરચા-લસણ અને લીલા વટાણાના દાણા ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,મીઠો લીમડો સાંતળી તેમાં વાટાણાનું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં જણાવેલ મસાલા, સફેદ તલ અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે બટાકાની મેશમાંથી લૂઆ વાળી તેને પુરી જેવું બનાવીને તેની પર લીલા વટાણાનું સ્ટફિંગ ભરી પેટીસ બનાવો.

સ્ટેપ-6

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પેટીસને તળી લો.

સર્વ કરો

તૈયાર છે લીલા વટાણાની પેટીસ, તમે મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Breakfast: બાળકો માટે નાસ્તામાં બનાવો મિક્સ ચીલાની યુનિક રેસીપી