Breakfast: બાળકો માટે નાસ્તામાં બનાવો મિક્સ ચીલાની યુનિક રેસીપી


By Vanraj Dabhi01, Dec 2024 06:34 PMgujaratijagran.com

મિક્સ ચીલા

બાળકોથી લઈને પુખ્ત વયના લોકો નાસ્તામાં કંઈક નવું અને સારું ખાવા ઈચ્છા થાય તો તમે ઘરે જ મિક્સ ચીલા બનાવી શકો છો.

સામગ્રી

ચણાનો લોટ, ઘઉંનો લોટ, સોજી, ડુંગળી, ટામેટા, લીલા મરચાં, ધાણાજીરું, લસણ, ચીઝ, અજમો, જીરું, મીઠું, હળદર, છાશ અને ઘી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ, સોજી અને લોટને ચાળીને આ ત્રણેયને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચાં, લસણ અને ધાણાજીરને સમારીને લોટ સાથે મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં મીઠું, હળદર, અજમો, ચીઝ અને જીરું નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે તેમાં છાશ ઉમેરીને સારી રીતે તેમાં કોઈ ગઠ્ઠા ન રહે તેમ મિક્સ કરીને બેટર તૈયાર કરો.

સ્ટેપ-5

હવે ગેસ પર એક પેન ગરમ કરી તેના પર ઘી લગાવીને પછી ચીલાનું બેટર રેડો અને ગોળ આકારમાં ફેલાવી દો.

સર્વ કરો

હવે ચિલાને બંને બાજુ ઘી લગાવીને શેકી લો, તૈયાર છે મિક્સ ચીલા, તમે ચટણી કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dinner Recipe: ડિનરમાં ઘરે બનાવો બટાકા અને મેથીના પરાઠાની યુનિક વાનગી