ઘરે બનાવો સ્વાદિષ્ટ અને સરળ મેંગો બરફી


By Vanraj Dabhi31, May 2025 10:57 AMgujaratijagran.com

મેંગો બરફી

ઉનાળામાં બધાને કેરી ખાવાનું ગમે છે. પણ શું તમે જાણો છો કે તમે ઘરે તેમાંથી સ્વાદિષ્ટ બરફી બનાવી શકો છો અને ખાઈ શકો છો? ચાલો જાણીએ મેંગો બરફી બનાવવાની રીત.

સામગ્રી

પાકેલી કેરીનો પલ્પ, દૂધ પાઉડર, ખાંડ, દેશી ઘી, એલચી પાઉડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ પાકેલી મીઠી કેરીને છાલ કાઢીને તેનો પલ્પ કોરથી અલગ કરો. તેને મિક્સરમાં પીસીને સોફ્ટ પેસ્ટ બનાવો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં કેરીની પેસ્ટ ઉમેરી તેને ધીમા તાપે રાંધો.

સ્ટેપ-3

હવે તેમાં સ્વાદ મુજબ દૂધ પાવડર અને ખાંડ ઉમેરીને મિશ્રણ ઘટ્ટ અને બરફી જેવું બનાવો.

સ્ટેપ-4

આ મિશ્રણ સારી રીતે ઘટ્ટ થયા પછી તેમાં એલચી પાવડર ઉમેરો.

સ્ટેપ-5

હવે આ મિશ્રણને ઘી ગ્રીસ કરેલી પ્લેટ પર ફેલાવો અને ઠંડુ થઈ જાય પછી તેને કાપી લો.

સર્વ કરો

બરફીને મનપસંદ આકારમાં કાપીને પીરસો અને ખાઓ.

શું કેરી ફ્રિજમાં રાખવી જોઈએ?