Rice Pakoda Recipe: રાઈસ પકોડા બનાવવાની રીત


By Vanraj Dabhi24, Dec 2024 12:02 PMgujaratijagran.com

રાઈસ પકોડા

ભજીયા તો તમે દરેક પ્રકારના ટ્રાય કર્યા હશે, આજે અમે રાઈસ પકોડા બનાવવાની યુનિક રીત જણાવીશું.

સામગ્રી

ચોખા, ચણાનો લોટ, દહીં, લીલું મરચા, આદુ, હિંગ, હળદર, લાલ મરચું પાવડર, મીઠું, તેલ, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ પલાળેલા ચોખાને મિક્સરમાં નાખીને પીસીને પેસ્ટ બનાવો.

સ્ટેપ-2

હવે એક મોટા વાસણમાં ચોખાની પેસ્ટ, ચણાનો લોટ, દહીં, લીલા મરચાં, આદુ, હિંગ, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં બેકિંગ સોડા, લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરીને જાડું બેટર બનાવી લો.

સ્ટેપ-4

એક પેનમાં તેલ ગરમ કરીને બેટરમાંથી નાના પકોડા બનાવીને ગરમ તેલમાં નાખીને તળી લો.

સર્વ કરો

તૈયાર રાઈસ પકોડા, તમે કોથમરી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khajoor Laddu Recipe: શિયાળામાં ઘરે બનાવો ખજૂર લાડુની યુનિક વાનગી