Piyush Drink Recipe: બાળકોને તાજગી આપનારું પીયૂષ ડ્રિંક ઘરે કેવી રીતે બનાવવું? જ


By Vanraj Dabhi20, Mar 2025 11:33 AMgujaratijagran.com

પીયૂષ ડ્રિંક

આ એક બાળકોને તાજગી આપનારું ડ્રિંક્સ છે, જો તમે આ ડ્રિંક્સ ઘરે બનાવવા માંગતા હોવ તો આ રેસીપી નોંધી લો.

સામગ્રી

ગરમ દૂધ, કેસરના તાર, એલચી, છાશ, દળેલી ખાંડ, શ્રીખંડ, એલચી પાવડર, કેસરી દૂધ, જાયફળનો ટુકડો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક વાટકી દૂધમાં કેસરના તાતણાને પલાળીને પછી એલચીના દાણાને વાટી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં છાસ લઈ તેમાં દળેલી ખાંડ, શ્રીખંડ, એલચી પાવડર, કેસરવાળું દૂધ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં જાયફળનું ચુરણ ઉમેરીને ચમચી વડે મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેને થોડીવાર ફ્રીજમાં ઠંડુ થવા મૂકો અને પછી એક ગ્લાસમાં ભરીને બાળકોને આપી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Boondi Raita Recipe: બુંદીનું રાયતું બનાવવાની રીત