છોલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે તે ભટુરે, ભાત, પુરી, પરાઠા કે રોટલી સાથે અદ્ભુત ટેસ્ટ લાગે છે. તો ચાલો આજે જાણીએ છોલે મસાલા બનાવવાની રેસીપી.
ચણા, ડુંગળી, ટામેટાં, લીલા મરચા, હળદર, જીરું પાવડર, લાલ મરચું પાવડર, ખાવાનો સોડા, ગરમ મસાલો, કોથમરી, મીઠું, તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાને 4-5 કલાક પલાળી રાખો અને પછી તેને પ્રેશર કૂકરમાં પાણી અને સોડા નાખીને ફુલ ગેસ પર ચણાને બાફવા મૂકો.
હવે મધ્યમ આંચ પર એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી,લીલાં મરચાં અને ટામેટાં ઉમેરી અને નરમ થાય ત્યાં સુધી પકાવો.
હવે તેમાં હળદર, જીરું પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું-મસાલો તેલ છૂટે ત્યાં સુધી મિક્સ કરીને પકાવો.
હવે કૂકરનું ઢાંકણું ખોલો અને એક વાસણમાં ચણા કાઢી લો અને વઘાર કરેલ મિશ્રણમાં ચણા ઉમેરો અને 2 મિનિટ પકાવો.
હવે થોડુ પાણી ઉમેરો અને 5 મિનિટ સુધી સારી રીતે પકાવો અને લાસ્ટમાં તેમાં ગરમ મસાલો અને કોથમિર ગાર્નિશ કરીને ગેસ બંધ કરી દો.
ટેસ્ટી અને હેલ્દી પંજાબી છોલે મસાલાને ભટુરે, ભાત, પુરી, પરાઠા કે રોટલી ટેસ્ટ કરી શકો છો.
તમે આ રીતે ઘરે ટ્રાય કરી શકો છો, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.