Ringan Tuver Nu Shaak: કાઠિયાવાડી સ્ટાઈલ આખા રીંગણ તુવેરનું શાક


By Vanraj Dabhi07, Dec 2024 03:57 PMgujaratijagran.com

તુવેર રીંગણનું શાક

શિયાળામાં રીંગણનું શાક તો તમે ખાધુ હશે, પરંતુ આજે અમે તમને ઊંધિયાને ટક્કર મારે તેવું ભર્યા વગર આખા રીંગણ અને તુવેરના દાણાનું શાક લીલા શાકભાજીની પરફેક્ટ કોમ્બો રેસીપી જણાવીશું.

સામગ્રી

રીંગણ, તુવેર, વીરતા પાપડી, ટામેટાં, પાપડી ગાઠીયા, વરિયાળી, તલ, મગફળી, આદુ લસણ અને મરચાની પેસ્ટ, તેલ, મીઠું મરચું પાવડર, ગરમ મસાલો, ગોળ,કોથમરી, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ તમામ શાકભાજીને ધોઈને સમારીને તૈયાર કરી લો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારરમાં પાપડી ગાઠીયા,વરિયાળી, તલ, મગફળી, આદુ લસણ અને મરચા ઉમરીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રીંગણ, તુવેર અને પાપડીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તે જ પેનમાં મસાલા ઉમેરો અને ટમેટાંની પ્યુરી ઉમેરીને વઘાર કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં રીંગણ, તુવેર અને પાપડી ઉમેરીને મિક્સ કરી થોડું પાણી ઉમેરીને પકાવી લો.

સર્વ કરો

હવે તેની ઉપર ગમર મસાલો અને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતીજાગરણ વાંચતા રહો.

Farsi Puri Recipe: ફરસી પુરી બનાવવાની રીત