Sabudana Khichdi Recipe: મહાશિવરાત્રીના વ્રત માટે ઘરે બનાવો સાબુદાણાની ખીચડી


By Vanraj Dabhi23, Feb 2025 05:55 PMgujaratijagran.com

મહાશિવરાત્રી 2025

મહાશિવરાત્રી વ્રત પર તમે સાબુદાણાની ખીચડી ઘરે બનાવી શકો છો.

સાબુદાણાની ખીચડી

સાબુદાણાની ખીચડી ઉપવાસ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને કેટલીકવાર તે બનાવવામાં આવે છે પરંતુ તેનો સ્વાદ સારો નથી આવતો અને જો તમારી સાથે પણ આવું થાય છે તો જાણી લો આ સરળ રેસીપી.

સામગ્રી

ઘી, મગફળી, જીરું, લીલાં મરચાં, આદું, ટામેટાં, બાફેલા બટેટા, કાળા મરીનો પાવડર, સીંગદાણાનો ભુકો, બારીક સમારેલી કોથમીર, ખાંડ, લીંબુનો રસ.

સ્ટેપ- 1

સૌપ્રથમ 1 કપ સાબુદાણાને 3 થી 4 વાર પાણીથી સારી રીતે ધોઈ 1 કપ પાણી ઉમેરીને 30 મિનિટ માટે પલાળી દો.

સ્ટેપ- 2

હવે એક તવાને મધ્યમ આંચ પર ગરમ કરો અને તેમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરીને મગફળીના દાણા તળી લો.

સ્ટેપ- 3

હવે એ જ તવામાં જીરું,લીલાં મરચાં,આદુ અને થોડાં લીમડાના પાન,સમારેલા ટામેટા ઉમેરીને બરાબર ફ્રાય કરો.

સ્ટેપ- 4

2 મિનિટ પછી તેમાં 1 ઝીણું સમારેલ બાફેલા બટેટા,પલાળેલા સાબુદાણા, કાળા મરીનો પાઉડર ઉમેરૂને બધું બરાબર મિક્સ કરો.

સ્ટેપ- 5

હવે તેમાં મગફળીનો ભુકો,તળેલી મગફળી અને બારીક સમારેલી કોથમીર,ખાંડ,લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરીને થોડીવાર પકાવો.

સર્વ કરો

હવે તેને પ્લેટમાં કાઢીને દાડમના દાણાથી ગાર્નિશ કરીને તમારી ટેસ્ટી સાબુદાણા ખીચડીનો આનંદ માણો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sambar Dal Recipe: હવે ઘરે જ બનાવો સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ સ્ટાઈલ સાંભાર દાળ