મકરસંક્રાંતિ એ વર્ષનો પ્રથમ તહેવાર છે અને દરેક આ તહેવાર માટે ખૂબ જ ઉત્સાહિત છે. તમે તમારી વાનગીઓમાં બાજરીના લોટમાંથી બનાવો ખાસ પુઆ.
બાજરાનો લોટ, સફેદ તલ, ડ્રાયફ્રૂટ્સ, ઘી, ગોળ, તેલ, પાણી.
સૌપ્રથમ એક પેનમાં તલ નાખીને શેકી લો.
હવે એક તપેલીમાં એક કપ પાણી અને ગોળ ઉમેરીને તેને ઓગાળીને ચાસણી બનાવી લો.
હવે એક બાઉલમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ અને ઘી ઉમેરીને મિક્સ કરો.
હવે તેમાં બાજરીનો લોટ અને તલ ઉમેરી તેને મિક્સ કરો અને પાણી ઉમેરીને લોટ બાંધી પુરીની જેમ વણી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી પુરીને બંને બાજુથી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
હવે પુઆ તૈયાર થઈ જાય એટલે તેને ચાસણીમાં નાખો.
તૈયાર છે બાજરીના લોટના પુઆ, તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.