Sing Pak Recipe: ઘરે ટ્રાય કરો મગફળી પાકની યુનિક વાનગી


By Vanraj Dabhi06, Jan 2025 12:34 PMgujaratijagran.com

મગફળી પાક

ઘણા લોકો મગફળી એટલે કે સિંગદાણામાંથી વિવિધ રેસીપી બનાવતા હોય છે, આજે અમે તમને મગફળી પાકની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

મગફળીનો ભૂકો, ખાંડ, ઘી, જરૂર મુજબ પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં મગફળીને શેકી ત્યારબાદ મગફળીના દાણાના ફોતરા કાઢી લો.

સ્ટેપ-2

હવે આ સિંગદાણાને મિક્સરમાં ક્રશ કરી લો.

સ્ટેપ-3

હવે ખાંડને પણ મિક્સરમાં નાખીને પાઉડર બનાવી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં પાણી અને ખાંડ ઉમેરીને ચાસણી બનાવી લો.

સ્ટેપ-5

હવે તેમાં મગફળીનો ભૂકો નાખીને મિક્સ કરી એક થાળીમાં ઘી લગાવી મગફળી પાકને ઠંડો થવા દો.

સર્વ કરો

ઠંડુ થાય એટલે છરી વડે કાપા કરી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Handvo Recipe: ઇન્સ્ટન્ટ મેથી પાલકનો હાંડવો રેસીપી