Moringa leaves Pakoda: સરગવાના પાનના ભજીયાની રેસીપી


By Vanraj Dabhi07, Mar 2025 10:10 AMgujaratijagran.com

સરગવાના પાનના ભજીયા

વિવિધા પ્રકારના ભજીયાનો સ્વાદ તમે માણ્યો હશે, પરંતુ ક્યારેય સરગવાના પાનના ભજીયા નહીં ટ્રાય કર્યા હોય, નોંધી લો રેસીપી.

સામગ્રી

સરગવાના પાન, કોથમરી, લીલા મરચા, લસણ, આદુ, લીંબુ, ચણાનો લોટ, મીઠું, હિંગ, બેકિંગ સોડા, તેલ.

સ્ટેપ-1

સૌથી પહેલા સરગવાના પાન, મરચા અને કોથમરીને ધોઈ સાફ કરીને પણ બારીક સમારી લો.

સ્ટેપ-2

હવે એક મોટા વાસણમાં ચણાના લોટ, ઝીણા સમારેલા સરગવાના પાન, મરચા, કોથમરી, લસણ, આદુ, હિંગ ઉમેરી મિક્સ કરો.

સ્ટેપ-3

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવી તેમાં ખાવાના સોડા અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બેટરમાંથી નાના નાના ભજીયા કે પકોડા તળી લો.

સર્વ કરો

તૈયાર છે સરગવાના પાનના ભજીયા, તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vatana Paratha Recipe: ઘરે ઝટપટ બનાવો લીલા વટાણા પરાઠા, નોંધી લો રેસીપી