વ્રતના ઉપવાસમાં તમે ભજીયા ખાવા માંગતા હોવ તો આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો. નોંધી લો ફરાળી ભજીયાની સરળ રેસીપી.
શક્કરિયા, ફરાળી લોટ, લીલા મરચાં, આદુની પેસ્ટ, ધાણાજીરું, મીઠું, લીંબુનો રસ, મગફળી, તલ, કોથમરી, સુકેલું નારિયેળ.
સૌ પ્રથમ શક્કરિયાને ધોઈને છાલ ઉતારીને છીણીને એક બાઉલમાં રાખો.
હવે તેમાં કાળા મરી પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું, આદુની પેસ્ટ, લીલા મરચા, કોથમરી ઉમેરો.
હવે તેમાં લીંબુનો રસ, ફરાળી લોટ કે રાજગરાનો લોટ, મગફળીનો ભુકો, સફેદ તલ, સૂલુ નારિયેળ ઉમેરીને મિક્સ કરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ભજીયા મૂકીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે ફરાળી ભજીયા તમે મરચા અને ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.