Nimbu Sharbat Recipe: લીંબુ શરબત બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi03, Mar 2025 10:16 AMgujaratijagran.com

લીંબુ શરબત

ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે દરેક લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા પીતા હોય છે,તમે લીંબુ શરબત આ રીતે ઘરે બનાવી શકો છો.

સામગ્રી

લીંબુ, ફુદીનો, ખાંડ પાઉડર, મીઠું, ચાટ મસાલો, બરફના ટુકડા, પાણી.

સ્ટેપ- 1

એક ગ્લાસમાં થોડા બરફના ટુકડા ઉમેરો.

સ્ટેપ- 2

હવે તેમાં થોડાક ફુદીનાના પાન,દળેલી ખાંડ,મીઠું,લીંબુનો રસ અને થોડું ઠંડુ પાણી નાખો.

સ્ટેપ- 3

હવે તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે તની ઉપર થોડો ચાટ મસાલો છાંટો.

સર્વ કરો

તૈયાર છે ઠંડુ લીંબુ શરબત,તમે આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Length Of Dosa: હૈ ના હોય... 5 ફૂટ લાંબો ઢોસો?