મહેમાનો માટે સ્પેશિયલ રાજમા રેસીપી ઘરે બનાવો


By Vanraj Dabhi13, May 2025 11:32 AMgujaratijagran.com

રાજમા રેસીપી

રાજમા એક લોકપ્રિય શાકભાજી છે, જે બપોરના ભોજન અને રાત્રિભોજનમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમે રાજમાને ખાસ રીતે પણ બનાવી શકો છો અને તમારા ઘરે આવનારા મહેમાનોને પીરસી શકો છો.

સામગ્રી

રાજમા, ડુંગળી, ટામેટાં, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, મેથીના દાણા, ફ્રેશ ક્રીમ, માખણ, તેલ, મીઠું, કોથમરી.

સ્ટેપ-1

સૌપ્રથમ પલાળેલા રાજમાને પ્રેશર કૂકરમાં નાખી તેમાં થોડું મીઠું અને પાણી ઉમેરીને 4-5 સીટી સુધી બાફી લો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બારીક સમારેલી ડુંગળી, આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરીને સાંતળો.

સ્ટેપ-3

હવે તેમાં ટામેટાં, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી, ગ્રેવીમાં બાફેલા રાજમા ઉમેરીને મધ્યમ તાપ પર 10 મિનિટ સુધી પકાવી લો.

સ્ટેપ-5

લાસ્ટમાં ગરમ મસાલો, કસૂરી મેથી, માખણ અને તાજી ક્રીમ ઉમેરીને મિક્સ કરો.

સર્વ કરો

તૈયાર છે ટેસ્ટી રાજમા રેસીપી, તમે મહેમાનોને પીરસી શકો છો.

Medu Vada Recipe: નાસ્તામાં સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ મેંદુવડા ઘરે બનાવો