સાઉથ ઇન્ડિયન વાનગી મેંદુવડા નાસ્તામાં મોટાભાગે ખાવામાં આવે છે. જો તમને તે ખૂબ જ પસંદ હોય છે, તો તમે આ વાનગી ઘરે સરળતાથી બનાવી શકો છો.
મગની દાળ,અડદની દાળ,લીલા મરચાં,મીઠો લીમડો, આદું, મીઠું.
સૌ પ્રથમ મેંદુ વડા બનાવવા માટે અડદ અને મગની દાળને બરાબર સાફ કરીને ધોઇને 4-5 કલાક પલાળી રાખો.
હવે આ દાળમાંથી પાણી કાઢીને તેને ફરીથી ધોઇને આંક મિક્સર જારમાં પીસી લ્યો.
પીસેલી દાળને એક બાઉલમાં કાઢી તેમા આદુ, લીમડાના પાન, લીલા મરચાં અને મીઠું ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરી લો.
હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો અને તૈયાર મિશ્રણને હાથમાં લઇને તેને મેંદુ વડાનો આકાર આપો.
હવે તેલ ગરમ થાય પછી આ વડાને ગરમ તેલમાં તળીને એક ટીશ્યુ પેપર પર બહાર કાઢી લો.
તૈયાર છે પરફેક્ટ મેંદુવડા તમે તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.