દરેક લોકોને પાણીપુરી ખાવી પસંદ હોય છે, પરંતુ તે બહાર જેવી ઘરે પરફેક્ટ રીતે બનતી જ નથી, આજે અમે તમને પાણીપુરીનો મસાલો બનાવવાની રીત જણાવીશું.
ફુદીનાના પાન, કોથમરી, લીંબુ, ડુંગળી, લીલા મરચાં આદુના ટુકડા, આમલી, મીઠું, કાળું મીઠું, શેકેલું જીરું, જલજીરા મસાલો, આમચુર પાવડર, બટાકા, પલાળેલા ચણાની જરૂર પડશે.
સૌ પ્રથમ એક વાટકીમાં આમલી પલાળી દો અને એક મિક્ષર જારમાં શેકેલું જીરું અને જલજીરા મસાલો, સંચળ, આમચર પાઉડર અને મીઠું ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.
હવે એક મિક્ષર જારમાં લીલા મરચા, આદુ, કોથમરી અને ફુદીનાના પાન અને થોડું ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.
હવે એક બાઉલમાં ગ્રાઈન્ડ કરેલ પલ્પ કઢી તેમાં નોરમલ પાણી અને તૈયાર કરેલ મસાલો ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક પ્રેશર કૂકરમાં પલાળેલા ચણા, બટાકા, પાણી અને થોડું મીઠું ઉમેરીને બાધી લો.
હવે બટાકાની છાલ ઉતારી મેશ કરી તેમાં બાફેલા ચણા, મીઠું-મસાલા ઉમેરીને મિક્ષ કરી લો.
તૈયાર છે પાણીપુરીનું પાણી અને મસાલો, તમે પાણીપુરી સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.