Sukhadi Recipe: પરફેક્ટ સુખડી બનાવવાની રીત


By Vanraj Dabhi19, Dec 2024 02:27 PMgujaratijagran.com

સુખડી રેસીપી

પરફેક્ટ સુખડી એક સ્વાદિષ્ટ રેસીપી છે, તેને અલગ-અલગ રીતે ઓળખવામાં આવે છે, તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

સામગ્રી

ઘી, ઘઉંનો લોટ, ગોળ, ખસ ખસ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં 1 કપ ઘી ગરમ કરીને ઓગાળી લો.

સ્ટેપ-2

હવે તેમાં 1 કપ ઘઉંનો લોટ ઉમેરીને મધ્યમ તાપ પર સતત હલાવતા રહીને 15 મિનિટ સુધી ગોલ્ડન-બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

સ્ટેપ-3

હવે તેમા 1 કપ ગોળ નાખીને હલાવતા રહીને તેને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે આ મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢીને ઉપરથી થોડી ખાસ ખસ છાંટીને સારી રીતે સેટ થવા દો.

સર્વ કરો

હવે તેના ટુકડા કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ghughra Pakoras Recipe: લીલા વટાણાના ઘુઘરા પકોડાની યુનિક રેસીપી ઘરે બનાવો