Ghughra Pakoras Recipe: લીલા વટાણાના ઘુઘરા પકોડાની યુનિક રેસીપી ઘરે બનાવો


By Vanraj Dabhi19, Dec 2024 01:08 PMgujaratijagran.com

ઘુઘરા પકોડા

દરેક લોકોને નાસ્તામાં ઘુઘરા, પકોડા વગેરે પસંદ હોય છે, તમે ઘરે લીલા વટાણાના ઘુઘરા પકોડા ટ્રાય કરી શકો છો, નોંધી લો આ સરળ રેસીપી.

સામગ્રી

લીલા વટાણા, મીઠું, પાણી, આદુ, લસણ, લીલા મરચા, ડુંગળી, તેલ, હળદર, બાફેલ બટાકા, ગરમ મસાલો, ચાટ મસાલો, બ્રેડ, ચણાનો લોટ, ચોખાનો લોટ, અજમો, ચીલી ફ્લેક્સ, સફેદ તલ, કોથમરી, બેકિંગ સોડા.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં લીલા લટાણાને બાફી પછી એક મિક્સર જારમાં પીસી લો અને લીલી મરચા-આદ અને લસણની પેસ્ટ તૈયાર કરી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમા ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ, હળદર, વટાણાની પેસ્ટ, બાફેલા બટાકા અને મસાલા ઉમેરીને મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.

સ્ટેપ-3

હવે બ્રેડની કોર્નર કટ કરી તેમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરીને ઘુઘરાની જેમ વાળી લો.

સ્ટેપ-4

હવે એક બાઉલમાં બેસન અને ચોખાનો લોટ, મસાલા અને પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લો.

સ્ટેપ-5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી પકોડાને બેટરમાં કોટ કરી ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે લીલા વટાણાના ઘુઘરા પકોડા તમે તીખી મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gond Halwa Recipe: શિયાળામાં ઘરે ગોંદના લાડુ બનાવવા માટે આ રેસીપી નોંધી લો