Onion Cutney Recipe: ઈડલી અને ઢોસા માટે સુપર ટેસ્ટી ડુંગળીની ચટણી કેવી રીતે બનાવ


By Vanraj Dabhi17, Jan 2025 12:32 PMgujaratijagran.com

ડુંગળીની ચટણી

આ એક ચટપડી રેસીપી છે, તેમાં લસણ-ડુંગળી અને લાલ મરચાં નાખીને બનાવવામાં કરવામાં આવે છે.

સામગ્રી

ડુંગળી, જીરું, અડદની દાળ, આમલીની પેસ્ટ, આખા લાલ મરચા, ગોળ, તેલ, મીઠું, રાઈ, મીઠા લીમડાના પાન.

સ્ટેપ-1

સૌ પ્રથમ ડુંગળીને ઝીણી સમારીને એક કઢાઈમાં તેલ ગરમ કરી અને તેમાં જીરું, લાલ મરચું નાખીને થોડી સેકંડ માટે સાંતળો.

સ્ટેપ-2

પછી તેને એક પ્લેટમાં કાઢીને અડદની દાળ નાખીને શેકી લો.

સ્ટેપ-3

હવે મિક્સર ગ્રાઇન્ડરમાં ડુંગળી, જીરું, લાલ મરચું, અડદની દાળ, આમલીની પેસ્ટ, ગોળ અને પાણી વગેરે નાખીને તેને પીસીને પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-4

હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, મીઠો લીમડો અને ડુંગળીની પેસ્ટમાં ઉમેરી મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ ડુંગળીની યુનિક ચટણી. તમે તેને ઢોસા, ઈડલી વગેરે સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Carrot Burfi Recipe: ગાજરની બરફી બનાવવાની પરફેક્ટ રીત