મકરસંક્રાંતિ પર તલમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાંથી એક છે તલ અને ગોળના લાડુ
શિયાળાની ઋતુ માટે પણ આ લાડુ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે કાળા અને સફેદ બંને તલમાંથી બનાવવામાં આવે છે. ચાલો આજે જાણીએ લાડુ બનાવવાની રીત.
સફેદ તલ, ગોળ, ઘી.
સૌ પ્રથમ એક પેનમાં સફેદ તલને મધ્યમ આંચ પર શેકી લો.
હવે એક કડાઈમાં ગોળ, પાણી ઉમેરો અને ગોળની ચાસણી બનાવી લો.
2 તારની ચાસણી બનાવીને પછી તેાં શેકેલા તલ અને મગફળી ઉમેરીને મિક્સ કરો.
હાથની હથેળી પર ઘી લગાવીને ગરમ મિશ્રણમાંથી લાડુ બનાવો.
તૈયાર છે તલ અને ગોળના લાડુ તમે આ લાડુને મહિનાઓ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.