આ એક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈની રેસીપી છે, તમે ઘરે બનાવવા માંગતા હોવ તો આ રેસીપી નોંધી લો.
1 કિલો ઘી, 500 ગ્રામ ગુંદર, 1 કિલો ગોળ, 500 ગ્રામ કોપરું, 250 ગ્રામ કાજુ, 250 ગ્રામ બદામ, 300 ગ્રામ પાણી.
સૌપ્રથમ કાજુ, બદામને મિક્સરમાં દળી લો અને કોપરાની કાચલીને છીણી લો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગુંદને શેકી લો.
હવે બીજા એક વાસણમાં ઘી, ગોળને ઝીણો સમારી, પાણી નાખી ઓગાળી લો.
હવે તેમાં બધી સામગ્રી નાખી કોપરું, કાજુ બદામનો ભૂકો અને શેકેલો ગુંદ ઉમેરીને મિક્સ કરીને ધીમી આચ પર હલાવતા રહો.
હવે તેને એક પ્લેટમાં કાઢી લો અને ઠંડો થઈ જાય પછી સૂંઠ, ગંઠોડા પાઉડર, ખસખસ, ગરમ મસાલો ઉમેરો.
તૌયાર છે લાળિયાની રેસીપી, આને એક મહિના સુધી સર્વ કરી શકાય છે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.