Tiranga Dhokla Recipe: પ્રજાસત્તાક પર્વ પર ઘરે બનાવો ત્રિરંગા ઢોકળાની રેસીપી


By Vanraj Dabhi24, Jan 2025 02:21 PMgujaratijagran.com

તિરંગા રવા ઢોકળા

જો કે આપણા બધાએ રવાના ઢોકળા ટેસ્ટ કર્યા જ હશે પરંતુ આપણા રાષ્ટ્રીય તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં માટે તમે સ્વતંત્રતા દિવસે ત્રિરંગા રવા ઢોકળા રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

રવો, દહીં, પાણી, ખાંડ, તેલ, બેકિંગ સોડા, ગ્રીન અને કેસરી ફ્લેવર કલર, રાઈ, તલ, મીઠો લીમડો, લીલા મરચા, હીંગ, મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં રવો,દહીં,તેલ,ખાંડ,મીઠું અને થોડું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે એક વાસણમાં તમામ સામગ્રી અને થોડું પાણી નાખીને સ્મૂધ બેટર બનાવીને આ બેટરને ત્રણ સરખા ભાગોમાં વહેંચો.એક ભાગમાં કેસરી કલર અને બીજા ભાગમાં લીલો કલર નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવ એક ગેસ પર પેન ગરમ કરો અને તેના પર કેસરી બેટરને રેડીને સમાનરૂપે ફેલાવીને સ્ટીમ થવા દો.પછી સફેદ બેટર અને એ જ રીતે લીલા બેટરને સ્ટીમ કરી મોલ્ડને બહાર કાઢીને ઠંડુ થાય એટલે પ્લેટમાં કાઢીને છરી વડે ચોરસ ટુકડા કરો.

સ્ટેપ- 4

હવે ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ અને તલ,મીઠો લીમડો,હીંગ અને લીલાં મરચાં નાંખી મિક્સ કરીને ઢોકળા પર રેડો.

સર્વ કરો

હવે આ ઢોકળાને સર્વિંગ પ્લેટમાં કાઢીને ઉપરથી બારીક સમારેલી કોથમીર ગાર્નિશ કરીને તેને નાળિયેર ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

પ્રજાસત્તાક દિવસ પર આ રેસીપી અવશ્ય ટ્રાય કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચીનના જંગી દેવામાં ફસાયા છે આ દેશો