Gujarati Khichu Recipe: ઘરે બનાવો પરફેક્ટ ગુજરાતી ખીચું


By Vanraj Dabhi11, Mar 2025 03:33 PMgujaratijagran.com

ગુજરાતી ખીચું

ખીચુ એ એક નાસ્તાની પરફેક્ટ રેસિપી છે. જે સાંજના સમયે ખાવાની મજા આવે છે.

સામગ્રી

ચોખાનો લોટ, પાણી, લીલા મરચાં, મીઠું, જીરુ, બેકિંગ સોડા, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાના લોટને ચાળણી વડે ચાળીને બધી સામગ્રી તૈયાર કરો.

સ્ટેપ-2

હવે એક તપેલીમાં પાણી ઊકળીને તેમાં મીઠું,જીરુ અને લીલા મરચાં નાખો.

સ્ટેપ-3

પાણી બરાબર ઉકળી જાય પછી તેમાં બેકિંગ સોડા નાખીને થોડો થોડો લોટ ઉમેરતા જાવ અને વેલણ વડે હલાવતા રહો.

સ્ટેપ-4

બરાબર મિક્સ થઈ ગયા પછી તેને ધીમા તાપે ગેસ પર 15 મિનિટ સુધી ચડવા દો.

સર્વ કરો

તૈયાર છે ગુજરાતી ખીચું,તમે ઉપર તેલ નાંખીને ગરમ ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Idli Dosa Batter Recipe: હોટેલ જેવા ટેસ્ટી મસાલા ઢોસા ઘરે ટ્રાય કરો