Makar Sankranti Special Gajak: મકરસંક્રાંતિ માટે ઘરે જ તૈયાર કરો ગજક, જાણો સરળ ર


By Vanraj Dabhi11, Jan 2025 02:27 PMgujaratijagran.com

મકરસંક્રાંતિ તહેવાર

મકરસંક્રાંતિ એ ભારતના તહેવારોમાંનો એક સૌથી પ્રખ્યાત અને પવિત્ર તહેવાર છે, જે દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.

મકરસંક્રાંતિ સ્પેશિયલ ગજક

મકરસંક્રાંતિ પર દરેક લોકો ગજક ખાવાનું પસંદ કરતા હોય છે, આજે અમે તમને ગજર ઘરે બનાવવા માટેની સરળ રીત જણાવીશું.

બજાર જેવી ગજર

આ દિવસે તલ અને ગોળમાંથી ગજક ખાસ બનાવવામાં આવે છે, જે ખાવાની ખૂબ મજા આવે છે. આજે અમે તમને બજાર જેવી ગજરની રેસીપી બનાવવાની સરળ રીત જણાવીશું.

સામગ્રી

સફેદ તલ, ગોળ, ઘી, એલચી પાવડર.

સ્ટેપ-1

સૌપ્રથમ એક પેનમાં તલને ધીમી આંચ પર શેકી લો.

સ્ટેપ-2

હવે એ જ પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ અને પાણી ઉમેરીને ધીમી આંચ પર હલાવતા રહીને જાડી ચાસણી તૈયાર કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં શેકેલા તલ નાખીને મિક્ષ કર્યા બાદ તેમાં ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

સ્ટેપ-4

હવે તેને એક પ્લેટમાં થોડું ઘી લગાવીને તેમાં કાઢીને પાથરી લો.

સ્ટેપ-5

હવે તે થોડું ઠંડું થાય પછી તેને ચાકુ વડે મનપસંદ આકારમાં કાપી લો.

સર્વ કરો

તૈયાર છે ગજકની રેસીપી તમે સર્વ કરી શકો છો અને તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને મકરસંક્રાંતિ પર પરિવાર અને મિત્રો સાથે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Momos Recipe: મેંદા વગરના ટેસ્ટી વેજ મોમોસ બનાવવાની રેસીપી