બકલાવા એક પરંપરાગત મીઠાઈ છે. તે પેસ્ટ્રીની જેમ લોટ, ખાંડ અને સૂકા ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
લોટ, ખાંડ, બેકિંગ પાવડર, લીંબુનો રસ, તજ, મકાઈનો લોટ, માખણ, અખરોટ, કાજુ, બદામ અને પિસ્તા જેવા સૂકા ફળોની જરૂર પડશે.
સૌ પ્રથમ એક બાઉલમાં લોટ, બેકિંગ પાઉડર, દૂધ અને પાણી ઉમેરો અને મિક્સ કરીને નરમ લોટ બાંધો અને ઢાંકીને અડધા કલાક માટે રાખો.
ગેસ પર એક તપેલીમાં ખાંડ, પાણી અને થોડો એલચી પાવડર ઉમેરો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
બકલાવામાં ડ્રાય ફ્રૂટ્સનું મિશ્રણ ઉમેરવા માટે કાજુ, બદામ, અખરોટ અને પિસ્તાને ગ્રાઇન્ડરમાં પીસી લો.
હવે એક બાઉલમાં મકાઈનો લોટ, મેંદો એકસાથે મિક્સ કરી પછી લોટના લૂઆ બનાવીને પાતળા પડ બનાવો.
હવે બેકિંગ ટ્રે પર બટર પેપર મૂકો અને કાળજીપૂર્વક એક સ્તર કાઢો અને તેને ટ્રે પર મૂકતા રહો. સ્તરો વચ્ચે ડ્રાયફ્રૂટ્સનું મિશ્રણ ઉમેરીને 15 પડ તૈયાર કરો.
હવે તેને પ્રીહિટેડ ઓવનમાં 40 મિનિટ માટે બેક કરો. સ્વાદિષ્ટ બકલાવા પેસ્ટ્રી તૈયાર છે.