દરેક લોકોને ઢોકળા ખાવા ગમતા હોય છે, આજે અમે તમને સેન્ડવીચ ઢોકળાની યુનિક રેસીપી જણાવીશું, જે તમે ઘરે ટ્રાય કરી શકો છો.
સોજી, દહીં, ઈનો, ગાજર, પાલક, લસણની પેસ્ટ, હિંગ, તેલ, બેકિંગ સોડા, પાણી, મીઠું, ખાંડ, તેલ, લસણની કળી, મરચું પાવડર, રાઈ, તલ, મીઠા લીમડાના પાન, જીરું, હીંગ, કોથમરી.
સૌ પ્રથમ એક બાઉલમાં સુજી, દહીં, મીઠું, પાણી વગેરે સામગ્રી મિક્સ કરીને બેટર તૈયાર કરો.
હવે ગાજર અને પાલકને સમારી મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી પ્યુરી બનાવી લો.
હવે તૈયાર કરેલ બેટરમાં લસણની પેસ્ટ, હિંગ, મીઠું, તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
એક વાટકમાં બેટર પાલકની પ્યુરી અને બેકિંગ સોડા ઉમેરીને ગ્રીન લેયર બનાવી સ્ટીમ વાસણાં રેડીને 5 મિનીટ સ્ટીમ કરી લો.
હવે તેમાં સફેદ બેટર રેડો અને તેને સ્ટીમ કરી લો અને બીજા વાસણમાં થોડુ બેટર અને ગાજરની પ્યુરી અને બેકિંસ સોડા ઉમેરીને કેસરી લેયરનું બેટર બનાવી લો.
હવે આ બેટરને સ્ટીમ વાસણમાં ઉમેરીને થોડી વાર સ્ટીમ કરી બહાર કાઢી મનપસંદ આકારમાં ઢોકળાને કટ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરીને ઢોકળા પર રેડી દો.
તૈયાર છે આપણા ત્રિરંગો સેન્ડવીચ ઢોકળા છે, તમે કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.