Garlic Chutney Recipe: લસણની ચટણી બનાવવાની રીત


By Vanraj Dabhi24, Jan 2025 03:35 PMgujaratijagran.com

લસણની ચટણી

શિયાળામાં દરેક લોકોને ટેસ્ટી અને સ્પાઈસી ખાવાનું મન થાય છે, જો તમે સ્પાઈસી લસણની ચટણી ખાવાનું મન થાય તો આ રીતે ઘરે સરળતાથી બનાવી શકો છો.

સામગ્રી

લસણ, લાલ મરચું પાવડર, જીરું, ધાણાજીરું પાવડર, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ લસણની કળીઓને ફોલીને પ્લેટમાં રાખો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારમાં લસણની કળી, જીરું, ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું નાખો.

સ્ટેપ-3

હવે તેને થોડું બરછટ પીસી લો, ધ્યાન રાખો પીસતી વખતે તેમા પાણી ઉમેરશો નહીં.

સ્ટેપ-4

હવે તેને એક પ્લેટમાં બહાર કાઢી લો, તમે તેને કાચના કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.

સર્વ કરો

તમે રાત્રે ડિનરમાં ભાખરી કે બાજરી રોટલા અને સેવ ટામેટાના શાક સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tiranga Dhokla Recipe: પ્રજાસત્તાક પર્વ પર ઘરે બનાવો ત્રિરંગા ઢોકળાની રેસીપી