દરેક લોકો 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવાર તલની ચીક્કી બનાવતા હોય છે, પરંતુ ઘરે આ રીતે ક્રિસ્પી અને પાતળી પરફેક્ટ તલની ચીકી સરળતાથી બનાવી શકો છો.
તલ, ગોળ, ખાંડ,ઘી, તેલ, પાણી.
સૌ પ્રથમ એક કડાઈમાં તલ શેકીને એક વાસણમાં કાઢી લો.
હવે તે જ એક કડાઈમાં ગોળ,ઘી કે તેલ નાખીને ગરમ કરો.
હવે ધીમી આંચ પર સતત હલાવતા રહીને ગોળ ઓગાળીને ચાસણી તૈયાર કરો.
હવે ચાસણીમાં તલ ઉમેરીને બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દો.
હવે ચીક્કીને સેટ કરવા માટે એક પ્લેટ પર ઘી લગાવીને તેના પર ફેલાવી દો.
જ્યારે ચિક્કી ઠંડી થાય ત્યારે તેને છરી વડે ચોરસ ટુકડા કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.