Vada Pav Sandwich: ઘરે બનાવો પરફેકટ આલૂ સેન્ડવીચ


By Vanraj Dabhi08, May 2025 03:25 PMgujaratijagran.com

આલૂ સેન્ડવીચ

વેજ મસાલા સેન્ડવીચ એ ભારતનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, તમે બટાકાનો છુંદો,ટામેટાં, ડુંગળી, કેપ્સીકમ વગેરે મસાલા ઉમેરીને ટેસ્ટી આલૂ સેન્ડવીચ બનાવી શકો છો.

સામગ્રી

બ્રેડ સ્લાઇસ, કોથમીરની લીલી ચટણી, ટામેટા, ડુંગળી, કેપ્સીકમ, ચાટ મસાલા, મરીનો પાઉડર, મીઠું, બટર, રાઈ, હળદર, લીંબુનો રસ.

સ્ટેપ-1

સૌ પ્રથમ કોથમરીની લીલી ચટણી બનાવી લો.

સ્ટેપ-2

હવે એક કૂકરમાં બટાકાને મીઠાવાળા પાણીમાં હળવા બાફીને પછી છાલ કાઢીને છૂંદો બનાવો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, બારીક સમારેલી ડુંગળી અને લીલું મરચાની કટકી નાખીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં હળદર, બટાકાની મેશ, લીલા ધાણા અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે બ્રેડ સ્લાઇસ પર એક બાજુ ચાકૂથી બટર ફેલાવી તેના પર બટાકાનો મસાલો ભરી સેન્ડવીચને ટોસ્ટરમાં ટોસ્ટ કરી લો.

સર્વ કરો

તૈયાર છે આલૂ સેન્ડવીચ, તમે ટોમેટો કેચપ અને લીલી ચટણીની સાથે ગરમ સર્વ કરો.

Aloo Paratha: ગુજરાતી આલુ પરાઠા બનાવવાની રીત