ઢોકળા તો દરેક લોકોને પસંદ હોય છે, આજે અમે તમને ઇન્સ્ટન્ટ લાઇવ તવા ઢોકળા બનાવવાની રીત જણાવીશું.
સોજી, બેસન, દહીં, આદુ મરચાની પેસ્ટ, પાલક, ગાજર, સ્વીટકોર્ન, મીઠું, ઈનો, તેલ, લાલ મરચું પાવડર, જીરું, તલ, સરસવ, હિંગ.
સૌ પ્રથમ એક બાઉલમાં રવો, ચણાનો લોટ, દહીં અને થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરી બેટર બનાવી લો.
હવે તેમાં મીઠું, આદુ-મરચાની પેસ્ટ, પાલક, ટમેટા, મકાઈના દાણા અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક તવો ગરમ કરી તેમાં તેલ ગરમ કરી રાઈ-જીરું અને સફેદ તલ સાંતળી બેટરમાં ઈનો ઉમેરીને મિક્સ કરીને તવામાં રેડો.
હવે તેને ઢાંકણ ઢાંકીને પકાવી લો.
તૈયાર છે ઇન્સ્ટન્ટ લાઇવ તવા ઢોકળા, તમે તેલ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.