રીંગણનું ભરથુ બાળકોથી માંડીને ઘરના વડીલોને ખૂબ ભાવે છે. આ રેસીપી રીંગણ, ટામેટાં, ડુંગળી અને મસાલા સાથે બનાવવામાં આવે છે.
રીંગણ, ડુંગળી, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં, લીલી ડુંગળી, ટામેટાં , હળદર, લાલ મરચું પાવડર, તેલ, મીઠું, કોથમીર.
સૌ પ્રથમ રીંગણાને ધોઈને સાફ કરી ગેસ અથવા ચૂલામાં મૂકીને મધ્યમ તાપ પર શેકી લો.
હવે તેને 5-10 મિનિટ ઠંડુ થવા દો અને તેની કાળી પડી ગયેલ છાલ કાઢીને શેકેલા રીંગણને છરી વડે નાના ટુકડા કરીને મેશ કરો.
હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો અને તેમાં સમારેલી ડુંગળી,આદુ-લસણની પેસ્ટ, લીલી ડુંગળી,સમારેલા લીલા મરચા નાખીને ફ્રાય કરો.
ત્યાર બાદ સમારેલા ટામેટાં અને હળદર પાવડર,લાલ મરચું પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
હવે મેશ કરેલ રીંગણ અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને 5-6 મિનિટ સુધી પાકવા દો.
હવે ગેસ બંધ કરીને કોથમરીથી ગાર્નિશ કરો. રીંગણ ભરથુ પીરસવા માટે તૈયાર છે.
તમે તેને બાજરાના રોટલા સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.