Pancake Recipe: હેલ્ધી વેજીટેબલ પેનકેક રેસિપી


By Jivan Kapuriya18, Dec 2024 12:56 PMgujaratijagran.com

ચિંતા દૂર કરો

બાળકોને નાસ્તામાં શું આપવું તે ચિંતા છે? સાથે બાળકો શાકભાજી ખાતા નથી, તો બનાવો વેજીટેબલ પેનકેક જે બાળકોને ભાવશે.

સામગ્રી

કોબી, ગાજર, કેપ્સિકમ, મીઠું, ધાણાજીરું, લાલ મરચું પાવડર, હળદર, આદુ મરચાની પેસ્ટ, ચોખાનો લોટ, ચણાનો લોટ, કોથમરી, તલ, મરીનો પાવડર, તેલ.

સ્ટેપ-1

કોબી-ગાજર ખમણી લો, કેપ્સિકમ-કોથમરીને બારિક સમારી લો. આદુ-મરચાની પેસ્ટ બનાવી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં તમામ શાકભાજી અને ઉપરના તમામ મસાલા મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.

સ્ટેપ- 3

પછી નાના નાના બોલ બનાવી પ્લાસ્ટિક પેપર કે પાટલી પર જાડી ભાખરી જેવો આકાર આપો.

સ્ટેપ- 4

પછી પેનમાં તેલ લગાવી તેને શેકી લો. તૈયાર છે તમારી હેલ્ધી વેજીટેબલ પેનકેક. ટામેટા સોસ કે ચટણી સાથે સર્વ કરો.

Kadhi Pakora Recipe: રાજસ્થાની કઢી પકોડા રેસીપી