સાંજના ભોજનમાં હળવો ખોરાક ખાવાનું પસંદ હોય, તો તે ઘરે રાજસ્થાની કઢી પકોડા બનાવી શકો છો, નોંધી લો રેસીપી.
ડુંગળી, આદુ, લીલા મરચા, કોથમરી, ચણાનો લોટ, લાલ મરચું પાઉડર, હળદર, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, હિંગ, ઈનો, તેલ, દહીં, રાઈ-જીરું, મેથીના દાણા, લીલું લસણ, લાલ સૂકા મરચા, મીઠા લીમડાના પાન.
સૌ પ્રથમ એક બાઉલમાં ડુંગળી,આદુ-મરચા,કોથમરી અને ચણાનો લોટ ઉમેરો.
હવે તેમાં તમામ મસાલા ઉમેરીને મિક્સ કરીને તેમાં ઈનો અને પાણી ઉમેરીને સોફ્ટ બેટર બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને પકોડા તળી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું સહિતના મસાલા ઉમેરીને વઘાર તૈયાર કરી તેમાં કઢીનું બેટર ઉમેરીને પકાવો.
હવે તેમાં તળેલા પકોડા નાખીને થોડીવાર કઢી પકાવીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.