Momos Recipe: ઘરે ઘઉંના લોટમાંથી વેજ મોમોઝ બનાવો


By Vanraj Dabhi11, Apr 2025 06:17 PMgujaratijagran.com

તિબેટીયન વાનગી

મોમોઝ તિબેટીયન ડિશ હોવા છતા ભારતમાં બધા જ લોકો આનંદથી ખાતા હોય છે.

ઘઉંના લોટના મોમોઝ

મોટાભાગના લોકો મેંદાના લોટના મોમોઝ બનાવતા હોય છે, આજે અમે તમને ઘઉંના લોટથી મોમોઝ બનાવવાની રેસીપી જણાવીશું.

સામગ્રી

ઘઉં, કોબીજ, ડુંગળી, ગાજર, લસણ, આદુ, કાલી મિર્ચ, લાલ મરચું, સોયા સોસ, તેલ.

સ્ટેપ-1

સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ, તેલ અને થોડુ થોડું પાણી નાખીને લોટ બાંધી લો.

સ્ટેપ-2

હવે કોબીઝ, ડુંગળી, આદુ, લસણ, ગાજર સહિતના શાકભાજી ઝીણા સમારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી, આદુ અને લસણ નાખો. જેમાં ક્રશ કરેલા તમામ શાકભાજી નાખીને પકાવો.

સ્ટેપ-3

હવે તેમાં સોયા સોસ, કાળા મરી, લાલ મરચું પાવડર અને બધી શાકભાજી મિક્સ કરીને તેને પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-4

હવે લોટમાંથી નાના લુઆ બનાવીને મોમોઝ જેવા આકાર આપી તેમાં સ્ટફિંગ ભરી લો.

સર્વ કરો

હવે મોમોઝને સ્ટીમરમાં મૂકીને સ્ટીમ કરી તેને ચટણી સાથે સર્વ કરી શકો છો.

Cucumber Raita: ઉનાળામાં ઘરે બનાવો કાકડીનું પરફેક્ટ રાયતું