વિન્ટર સ્પેશિયલ ગાજર મરચાનું અથાણું બનાવવાની રીત


By Vanraj Dabhi10, Nov 2024 06:41 PMgujaratijagran.com

ગાજર મરચાનું અથાણું

શિયાળામાં ભોજન સાથે દરેક લોકોને કઈક ચટપટુ ખાવાનું મન થાય છે ત્યારે સ્પેશ્યલ ગાજર મરચાનું અથાણું આ રીતે બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે.

સામગ્રી

ગાજર,મરચા,લસણની કળીઓ,રાઈ,તેલ,તુરીયા,મેથીના દાણા,કાળા મરી,જીરું,આખા ધાણા,વરિયાળી,લાલ મરચું પાવડર,હીંગ,હળદર પાવડર,ડુંગળીના બીજ,આદુ,મૂળો,મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ ગાજર,મરચા અને મૂળાને લાંબી કાતરીમાં રમારી લો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં કાળી-પીળી રાઈ,મેથીના દાણા,કાળા મરી,જીરું,આખા ધાણા,લીલી વરિયાળી શેકીને થોડા ઠંડુ થાય પછી મિક્સર જારમાં નાખીને પીસી લો.

સ્ટેપ- 3

હવે એક બાઉલમાં તમામ મસાલા,હળદર-મરચુ અને ડુંગળીના બીજ મિક્સ કરી લો.

સ્ટપ- 4

હવે એક પેનમાં તેલ ગરમ કરી થોડું તેલ ઠંડુ થાય પછી તેમાં હીંગ અને ગાજર મરચા ઉમેરીને મિક્સ કરી થોડીવાર સાંતળી લો.

સ્ટેપ- 5

હવે તેમાં તૈયાર કરેલ મસાલો ઉમેરીને મિકસ કરી લો.

સર્વ કરો

તૈયાર છે ગાજર મરચાનો ચટપટુ અથાણું,તમે ભોજન સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Stuffed Parata Recipe: શિયાળામાં નાસ્તા માટે ઘરે ટ્રાય કરો કોબી ગાજર પરાઠાની રેસીપી