Carrot Kheer: ગાજરની ખીર શિયાળાનું પરફેક્ટ ડેઝર્ટ


By Vanraj Dabhi20, Jan 2025 02:30 PMgujaratijagran.com

ગાજરની ખીર

શિયાળામાં દરેક લોકો ગાજરનો હલવો ચોક્કસપણે બનાવતા છે. પરંતુ આજે અમે તમને ગાજરની અનોખી શૈલીમાં સ્વાદિષ્ટ રબડીદાર ખીરની રેસિપી જણાવીશું.

સામગ્રી

ગાજર, દેશી ઘી, દૂધ, ફ્રેશ ક્રીમ, ડ્રાયફ્રૂટ્સ, ખાંડ, ઈલાયચી પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ ગાજરને ધોઈને છોલીને તેને છીણી લો અને ડ્રાયફ્રૂટ્સને સારી રીતે શેકીને પ્લેટમાં ઝીણા સમારીને રાખો.

સ્ટેપ-2

હવે ગેસ પર એક તવા મૂકો તેમાં છીણેલું ગાજર અને દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરીને પકાવી લો.

સ્ટેપ-3

હવે તે ઉકળે પછી તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરીને ધીમી આંચ પર ખીરને હલાવતા રહો.

સ્ટેપ-4

5 મિનિટ પછી તેમાં સ્વાદ મુજબ ખાંડ નાખીને ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા હીને પકાવી લો

ગાર્નિશ કરો

હવે તેમાં એલચી પાવડર અને ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે ગાજરની રબડી દાર ખીર તમે આ ખાસો તો હલવો ખાવાનું ભૂલી જશો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Pudla Recipe: લીલી ડુંગળી, મેથી અને દૂધીના પુડલા