Jowar No Rotlo: જુવારનો રોટલો બનાવવાની રીત


By Vanraj Dabhi24, Nov 2024 05:52 PMgujaratijagran.com

જુવારનો રોટલો

શિયાળામાં ઠંડીથી બચવા માટે બાજરા અને જુવારના રોટલા ખાવાનું પસંદ કરતા હોય છે, ચાલો જાણીએ જુવારના રોટલા બનાવવાની રીત.

સામગ્રી

જુવારનો લોટ, પાણી, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કાથરોટમાં પાણી લો અને તેમાં એક ચમચી મીઠું ઉમેરો.

સ્ટેપ-2

હવે હાથ વડે મીઠું ઓગાળી પછી ચારણી વડે તેમાં જુવારનો લોટ ચાળી લો.

સ્ટેપ-3થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-4

હવે લોટમાંથી બોલ બનાવી હાથ વડે ટીપતા જઈને રોટલો બનાવી લો.

સ્ટેપ-5

હવે એક તાવડી ગરમ કરી તેની ઉપર રોટલો મૂકીને બંને બાજુ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે જુવારનો રોટલો, તમે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

How to Make Curd: શિયાળામાં દહીં જમાવવાની પરફેક્ટ રીત