How to Make Curd: શિયાળામાં દહીં જમાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi23, Nov 2024 05:15 PMgujaratijagran.com

દહીં બનાવવાની રીત

શિયાળામાં વાતાવરણ ઠંડુ હોવથી દહીં ઝમાવવું થોડું મુશ્કેલ બની જાય છે. કારણ કે દહીંને સેટ કરવા માટે ગરમીની જરૂર પડે છે. જેના કારણે શિયાળામાં દહીં જમાવવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે.

લોટથી ભરેલા વાસણમાં દહીં જમાવો

ભારે ઠંડીના કારણે દહીં સેટ થઈ શકતું નથી. આ માટે દહીંને લોટથી ભરેલા વાસણમાં રાખો. લોટના પાત્રમાં ગરમીને કારણે દહીં સરળતાથી સેટ થઈ જશે.

વૂલન કપડાંમાં રાખો

દહીં સેટ કરવા માટે વાસણને ગરમ જગ્યાએ રાખી શકાય છે. આ માટે વાસણને વૂલન કપડા અથવા બોરીમાં રાખો અને તેને ઢાંકી દો. દહીં સેટ થઈ જાય એટલે તેને બહાર કાઢી લો.

ફુલ ફેટ વાળું દૂધ જમાવો

શિયાળામાં ફુલ મલાઈ વાળા દૂધનો ઉપયોગ દહીં બનાવવા માટે કરી શકાય છે. આ કારણે દહીં વધુ સારી રીતે સેટ થાય છે. સૌથી પહેલા દૂધને ગરમ કરીને ફ્રીઝ કરો.

ગરમ રૂમમાં રાખો

દહીં સેટ કરવા માટે તમે આ વાસણને ગરમ રૂમની અંદર પણ રાખી શકો છો. જેના કારણે દહીં ઝડપથી સેટ થઈ જાય છે. આ એકદમ સરળ પદ્ધતિ છે.

ગરમ પાણીમાં રાખો

એક વાસણમાં પાણીને સારી રીતે ગરમ કરો. આ પછી આ પાણીમાં દહીં બનાવવા માટે વાસણ રાખો. તેનાથી દહીં થોડા જ સમયમાં સેટ થઈ જશે.

લીલા મરચાની દાંડી

દહીંને ઝડપથી સેટ કરવા માટે તમે તેમાં લીલા મરચાની દાંડી ઉમેરી શકો છો. લીલા મરચામાં કેટલાક બેક્ટેરિયા જોવા મળે છે જે દૂધને ઝડપથી દહીં કરવામાં મદદ કરે છે.

દહીંને હલાવશો નહીં

જ્યારે તમે દહીંને સેટ કરવા માટે મિશ્રણ બનાવો ત્યારે તેને બિલકુલ હલાવો નહીં. જેના કારણે દહીં બરાબર સેટ થતું નથી. આ સિવાય દૂધને સારી રીતે ગરમ કરી, ઢાંકીને ફ્રીઝ કરી દો.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bajra No Rotlo: બાજરીનો રોટલો બનાવવાની રીત