આ એક સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી છે, તેને અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે, આજે અમે તમને ગુજરાતી સુખડીની રેસીપી જણાવીશું.
ઘી, ઘઉંનો લોટ, ગોળ, ખસ ખસ.
સૌ પ્રથમ એક પેનમાં 1 કપ ઘી ગરમ કરીને ઓગાળી લો.
હવે તેમાં 1 કપ ઘઉંનો લોટ ઉમેરીને મધ્યમ તાપ પર સતત હલાવતા રહીને 15 મિનિટ સુધી ગોલ્ડન-બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
હવે તેમા 1 કપ ગોળ નાખીને હલાવતા રહીને તેને સારી રીતે મિક્સ કરી લો.
હવે આ મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢીને ઉપરથી થોડી ખાસ ખસ છાંટીને સારી રીતે સેટ થવા દો.
તૈયાર છે સુખડી, તમે તેના ટુકડા કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.