શિયાળામાં ઠંડીથી બચવા માટે બાજરાના રોટલા ખાવાનું પસંદ કરતા હોય છે, ચાલો જાણીએ બાજરાના રોટલા બનાવવાની રીત.
બાજરાનો લોટ, પાણી, મીઠું.
સૌ પ્રથમ એક કાથરોટમાં પાણી લો અને તેમાં એક ચમચી મીઠું ઉમેરો.
હવે હાથ વડે મીઠું ઓગાળી પછી ચારણી વડે તેમાં બાજરાનો લોટ ચાળી લો.
થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે લોટમાંથી બોલ બનાવી હાથ વડે ટીપતા જઈને રોટલો બનાવી લો.
હવે એક તાવડી ગરમ કરી તેની ઉપર રોટલો મૂકીને બંને બાજુ શેકી લો.
તૈયા છે બાજરાનો રોટલો, તમે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.