આ છે ભારતની કેરીની પ્રખ્યાત જાતો, જાણો તેને ઓળખવાની સૌથી સરળ રીત


By Vanraj Dabhi04, Apr 2025 11:36 AMgujaratijagran.com

કેરી ફળ

કેરી ફળોનો રાજા છે અને ભારતમાં દરેકની પ્રિય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં આ ફળની 1500 જાતો ઉગાડવામાં આવે છે.

ઓળખવાની રીત

આવો અમે તમને ભારતની આવી ખાસ કેરીઓ વિશે જણાવીએ જે ખૂબ જ લોકપ્રિય છે અને તમે તેને કેવી રીતે ઓળખી શકો છો.

દશેરી કેરી

ઉત્તર પ્રદેશમાં દશેરી કેરી સૌથી વધુ લોકપ્રિય છે. યુપીમાં દશેરી કેરી હંમેશા માર્કેટમાં હાજર હોય છે, તેથી મલિહાબાદની દશેરી કેરી વિશ્વ પ્રસિદ્ધ છે.

તોતાપુરી કેરી

આ કેરી સ્વાદમાં થોડી ખાટી હોય છે અને પોપટની ચાંચ જેવી લાગે છે. તેથી જ તેનું નામ તોતાપુરી છે. આ કેરી કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાડવામાં આવે છે. આ કેરી મોટાભાગે સલાડ અને અથાણાં માટે ઉપયોગ થાય છે.

હાફૂસ કેરી

હાફૂસનું અંગ્રેજી નામ અલ્ફોન્સો છે અને આ કેરી મૂળ મહારાષ્ટ્રમાં ત્યારબાદ કર્ણાટક અને ગુજરાતના કેટલાક ભાગોમાં પણ તેની ખેતી થાય છે. આ કેરીની સૌથી મોંઘી જાત છે, તમે આ કેરીની સુગંધથી જ ઓળખી શકો છો અને તેની અંદરનો પલ્પ કેસરી રંગનો છે તેમજ ખાવામાં ખૂબ જ મીઠી હોય છે.

હિમસાગર કેરી

આ કેરી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ઉગાડવામાં આવે છે. આ કેરી ખાવામાં ખૂબ જ મીઠી હોય છે અને એક કેરીનું વજન 250 થી 300 ગ્રામ હોય છે. તે બહારથી લીલા રંગની અને તેનો પલ્પ પીળો હોય છે.

સિંધુરા કેરી

સિંધુરા કેરી એક ખૂબ જ મીઠી કેરી છે પરંતુ તેમાં થોડી ખટાશ તેને વધુ ખાસ બનાવે છે. તેનો સ્વાદ એવો છે કે તે તમારી જીભ પર લાંબા સમય સુધી રહી શકે છે. આ કેરી બહારથી લાલ દેખાય છે પણ તેનો પલ્પ પીળો છે.

રાસપુરી કેરી

આ કેરીનું ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. કેરીની આ જાત મહારાણી તરીકે ઓળખાય છે. આ કેરી મેં થી જૂનના અંત સુધી મળે છે. તેનો ઉપયોગ જામ અને સ્મૂધીમાં મોટા પ્રમાણમાં થાય છે. આ કેરી અંડાકાર અને લગભગ 4 થી 6 ઇંચ લાંબી હોય છે.

માનકુર્દ કેરી

ગોવામાં મળતી માનકુર્દ, મુસરદ, નીલમ અને બાલ આંબુ જેવી કેરી અહીંના લોકોને ખાસ પસંદ છે. આ કેરી એપ્રિલમાં માર્કેટમાં આવી જાય છે. આ કેરીમાંથી ચટણી, હલવો, જામ જેવી વાનગીઓ પણ બનાવે છે.

બાયગનપલ્લી કેરી

આ કેરી દેખાવમાં આલ્ફોન્સો જેવી લાગે છે અને કેટલાક લોકો મજાકમાં તેને તેનો જુડવા ભાઈ પણ કહે છે. આ કેરીની ખેતી આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં બંગનાપલ્લેમાં થાય છે. આ કેરી ઈંડા જેવી લાગે છે અને સંપૂર્ણ પીળી છે. તેની લંબાઈ લગભગ 14 સેન્ટિમીટર છે.

ચૌસા કેરી

ચૌસા કેરી ઉત્તર ભારત અને બિહારમાં ખૂબ જ લોકપ્રિય છે. એવું કહેવાય છે કે શેર શાહ સૂરીએ 16મી સદીમાં લોકોને આ કેરીનો પરિચય કરાવ્યો હતો. આ કેરી ખૂબ જ મીઠી અને તેનો રંગ ચળકતો પીળો છે.

ફક્ત રૂપિયા 7 હજાર મહિનાની SIPથી બનશે રૂપિયા 51 કરોડનું ફંડ