Carrot Pickle Recipe: ગાજરનું અથાણું બનાવવાની રીત


By Vanraj Dabhi17, Jan 2025 04:54 PMgujaratijagran.com

ગાજરનું અથાણું

શિયાળામાં ભાજન સાથે દરેક લોકોને અથાણું ખાવાનું પસંદ હોય છે, આજે અમે તમને વિન્ટર સ્પેશિયલ ગાજરનું અથાણું બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ગાજર, લસણ, રાઈ, તેલ, તુરીયા, મેથીના દાણા, કાળા મરી, જીરું, આખા ધાણા, વરિયાળી, લાલ મરચું પાવડર, હીંગ, હળદર પાવડર, આદુ, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ ગાજરને સાફ કરીને લાંબી કાતરીમાં સમારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં રાઈના કુરીયા, મેથીના દાણા, કાળા મરી, જીરું, આખા ધાણા, લીલી વરિયાળી શેકીને થોડા ઠંડુ થાય પછી મિક્સર જારમાં નાખીને પીસી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં તમામ મસાલા, હળદર-મરચુ અને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી થોડું તેલ ઠંડુ થાય પછી તેમાં હીંગ અને ગાજર ઉમેરીને મિક્સ કરી થોડીવાર સાંતળી લો.

સ્ટેપ-5

હવે તેમાં તૈયાર કરેલ મસાલો ગાજરમાં ઉમેરીને મિકસ કરી લો.

સર્વ કરો

તૈયાર છે ગાજરનું ચટપટુ અથાણું, તમે ભોજન સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભારતમાં આ કાર્યોમાં થાય છે પાણીનો સૌથી વધારે ઉપયોગ