કાચબાની કેટલીક પ્રજાતિ 100 વર્ષથી પણ વધુ જીવન જીવે છે. માટે વિવિધ સંસ્કૃતિઓમાં તે દિર્ઘાયુષ્યનું પ્રતીક છે.
કાચબાની 300થી વધારે પ્રજાતિઓ છે, જેમાં 4 ઈંચથી લઈ 7 ફૂટ સુધીના વિશાળ કાચબા હોય છે.
કાચબાની ખાલ તેના હાંડકાનો ભાગ હોય છે, તેમાં કરોડરજ્જુ તથા પાંસળીઓનો સમાવેશ થાય છે. તેને દૂર કરી શકાય નહીં.
કેટલાક કાચબા ક્લોઆકા (એક બહુઉદ્દેશીય છિદ્દ) મારફતે શ્વાસ લે છે. તે લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે.
કાચબાના બચ્ચાનું લિંગ તે રેતીના તાપમાનથી નક્કી થાય છે, જ્યા ઈંડા રાખવામાં આવે છે. ગરમ તાપમાનથી વધારે પ્રમાણમાં માદા અને ઠંડા તાપમાનથી નર પેદા થાય છે.