Sev Usal Recipe: વડોદરાનુ ફેમસ મહાકાળી સેવ ઉસળ બનાવવાની રીત


By Vanraj Dabhi15, Mar 2025 09:33 AMgujaratijagran.com

સેવ ઉસળ

સેવ ઉસળએ એક મસાલેદાર ગુજરાતી નાસ્તો છે જે બાફેલા બટાકા, ગાજર, ડુંગળી, સેવ અને રગડા સાથે પીરસવામાં આવે છે.

સામગ્રી

બાફેલા વટાણા, બાફેલા બટાકા, ટામેટાં, લસણ, ડુંગળી, લાલ મરચું, ધાણા પાવડર, હળદર પાવડર, મીઠું, તેલ, કોથમરીની ચટણી, મીઠી ચટણી, લસણની ચટણી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ વટાણાને બાફી લો અને તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં રાય, હીંગ, ડુંગળી, આદુ, લસણ નાખીને વઘાર કરો.

સ્ટેપ- 3

હવે સમારેલા ટમેટામાં લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર અને ધાણા-જીરું પાવડર સાથે સ્વાદ અનુસાર મીઠું નાખો.

સ્ટેપ- 4

હવે તેમાં થોડું પાણી નાખો અને તેમાં બાફેલા વટાણા અને બટેટા મિક્સ કરીને ધીમી આંચ પર પકાવો.

સ્ટેપ- 5

ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ, વાટેલું લસણ અને લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો. હવે થોડું પાણી નાખીને ફરીથી ગરમ કરો.

સર્વ કરો

હવે એક બાઉલમાં રગડો ગ્રેવી નાખીને ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ghughra Recipe: હોળી સ્પેશિયલ ઘૂઘરા, આ રીતે ઘરે બનાવો ગુજિયા