ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, દરરોજ લાખો લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને શ્રદ્ધાથી ડૂબકી લગાવી રહ્યા છે.
મહાકુંભમાં માળા વેચતી યુવતી સોશિયલ મીડિયા પર સ્ટાર બની હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તે મહાકુંભ મેળો છોડીને પોતાના ઘરે પરત ફરી છે.
મહાકુંભમાં પોતાની સુંદરના લીધે વાયરલ થયેલી મધ્યપ્રદેશની મોનાલિસાએ મહાકુંભ છોડી દીધો છે.
મોનાલિસા બહાર જતા જ લોકોનું ટોળું તેને ઘેરી લેતું હતું અને લોકો તેની સાથે સેલ્ફી લેતા તેમજ પરાણે વાત કરવાનો પ્રયાસ કરતા હતા જેના કારણે તે ડરી ગઈ હતી.
આ યુવતી યુટ્યૂબર્સ અને અન્ય લોકોથી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે બાબાની શિબિરમાં આશરો લેવો પડ્યો હતો.
મોનાલિસાએ પોતાના જીવ પરના ખતરા વિશે જણાવ્યું હતું અને સીએમ યોગી આદિત્યનાથને સુરક્ષા માટે અપીલ કરી હતી.
મોનાલિસા મધ્યપ્રદેશના મહેશ્વરની રહેવાસી છે. તે તેના પરિવાર સાથે મહાકુંભ મેળામાં રૂદ્રાક્ષની માળા વેચવા આવી હતી.
લોકો મોનાલિસાનો પીછો કરતા તેના કારણે તેનું કામ પૂર્ણ થંભી ગયું હતું. ત્યારે તેના પિતાએ તેને મધ્યપ્રદેશમાં તેના ઘરે પરત મોકલી દીધી છે.
મહાકુંભ મેળાની આદ્યાત્મિક અને ધર્મ સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.