Bharela Marcha: કાઠીયાવાડી સ્ટાઈલ આખા ભરેલા મરચાની રેસીપી


By Vanraj Dabhi30, Nov 2024 03:16 PMgujaratijagran.com

ભરેલા મરચાં

મોટાભાગના લોકોએ ભરેલા રીંગણા, ભીંડાનું શાક તો ખાધુ જ હશે, આજે અમે તમને ભરેલા મરચાનું શાક કે સંભારો બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

મરચાં,ગાંઠીયાનો ભુક્કો, શેકેલા શીંગદાણાનો ભુક્કો, સફેદ તલ, ધાણાજીરું, હળદર, લાલ મરચું, ખાંડ, મીઠું, તેલ, જીરુ, અજમો, હિંગ.

સ્ટેપ-1

સૌ પ્રથમ મરચાને ધોઈ સાફ કરી લો, એક એક મિક્સર જારમાં ગાંઠીયા,શીંગદાણા,તલને ક્રશ કરી લો.

સ્ટેપ-2

મરચાને વચ્ચે ચપ્પુની મદદથી ચેકા પાડીને અંદરથી બીજ કાઢી લો અને એક બાઉલમાં ક્રશ કરેલા ગાંઠિયા, તલ,શીંગદાણાનો ભુક્કો,ધાણાજીરું પાઉડર,હળદર,મીઠું,ખાંડ,લાલ મરચું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

મરચાને દબાવીને મસાલો ભરો અને એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું,અજમો,હિંગ નાખી મરચાં વઘારી લો.

સ્ટેપ- 4

હવે તેની ઉપર ઢાંકણ ઢાંકીને ધીમા તાપે પકાવો અને વચ્ચે વચ્ચે હળવા હાથે હલાવતા રહો.

સ્ટેપ- 5

વધેલું પુરણ ઉપરથી છાંટીને મરચાંને ગેસ પરથી ઉતારીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Mooli Bhaji Recipe: મૂળાની ભાજી બનાવવાની રીત