દૂધી ખાવાના અનેક ફાયદા છે પરંતુ મોટાભાગના લોકોને દૂધી પસંદ નથી. આજે આપણે દૂધીનો ઓળો ઘરે કેવી રીતે બનાવાય તેની રેસિપી જણાવીશું.
દૂધી, પાણી, તેલ, જીરું, રાઈ, હીંગ, આદુ-મરચાં, લસણ, ટામેટા, લાલ મરચું પાઉડર, મસાલો, કોથમીર.
દૂધીને પાણીથી ધોઈ સાફ કરી તેના પર તેલ લગાવીને કાંટા વાડી ચમચીની મદદથી દૂધી પર કાણા પાડી લો.
હવે દૂધીને ગેસ પર બરાબર શેકી પછી દૂધીની છાલ કાળી કાઢી લો.
હવે દૂધીને બરાબર મેશ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ, હીંગ, ડુંગળી, આદુ-મરચા અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
હવે તેમાં લીલા મરચા, ટામેટાની પેસ્ટ, ડુંગળીની પ્યુરી અને તમામ મસાલા ઉમેરી ગ્રેવીમાંથી તેલ છુટુ પડે ત્યાં સુધી થવા દો.
તૈયાર છે દૂધીનો ઓળો, તમે કોથમીરથી ગાર્નિસ કરીને સર્વ કરી શકો છો.