આ એક હળવી અને ટેસ્ટી વાનગી છે જે દરેક લોકોને ખાવાનું પસંદ હોય છે, આજે અમે તમને રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજીટેબલ સંભાર ખીચડી બનાવવાની રીત જાણાવીશું.
તુવેરની દાળ, ચોખા, તેલ, ઘી, લીલાં વટાણા, બટાકા, ગાજર, ડુંગળી, રાઈ-જીરું, મીઠું, સુકુ મરચા, લીમડાના પાન, તજ-લવિંગ, બાદિયા, હિંગ, પાણી, કોથમરી.
સૌ પ્રથમ દાળ-ચોખા ધોઈને પલાળી દો અને વટાણા ફોલી અને ડુંગળી-બટાકા-ગાજરને છોલીને સમારી લો.
હવે કુકરમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ,જીરું,લીમડાના પાન,સૂકું મરચું, તજ, લવિંગ,બાદિયા,ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં હિંગ,ડુંગળી ગાજર, બટાકા,વટાણા ઉમેરીને વઘાર કરી લો.
હવે તેમાં મીઠું,હળદર પાવડર,મરચા પાવડર,ગરમ મસાલો,મિક્સ કરો.
હવે તેમાં પાણી,તુવેર દાળ,ચોખા ઉમેરીને કૂકરની 3 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
હવે તેમાં કોથમીર ગાર્નિશ કરીને તેમાં ઘી નાખીને ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.