Snack Recipe: ઘઉંના લોટમાંથી બનાવો ક્રિસ્પી કારેલાની યુનિક રેસીપી


By Vanraj Dabhi02, Feb 2025 02:21 PMgujaratijagran.com

ક્રિસ્પી કારેલા

ઘણા લાકો સવારે કે સાંજે નાસ્તામાં અવનવી રેસીપી ટ્રાય કરતા હોય છે, તમે યુનિક રેસીપી ટ્રાય કરવામાંગતા હોવ તો, ઘઉંના લોટના કારેલા બનાવી શકો છો.

સામગ્રી

ઘઉંનો લોટ, રવો, મીઠું, અજમો, સેકેલું જીરું પાવડર, તેલ, લીલો ફૂડ કલર, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, રવો અને તેલનું મોણ ઉમેરીને મિક્ષ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અજમો, જીરું પાવડર અને ફૂડ કલર ઉમેરી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-3

હવે લોટને થોડીવાર માટે ઢાંકીને રાખો અને પછી લોટને ફીથી મસળીને નાનાં લુઆ બનાવીને કારેલા વણીને તૈયાર કરો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ થવાં મૂકો અને લોટમાંથી રોટલી વણી લો બંને સાઈડથી કટ કરી લો.

સ્ટેપ-5

હવે બંને છેડા વાળીને રાઉન્ડ બનાવીને છેડા દબાવીને પેક કરી દો.

સર્વ કરો

તૈયાર છે ક્રિસ્પી કારેલા તમે ચા સાથે નાસ્તામાં સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Pakoda Recipe: 10 મિનિટમાં ઘઉંના લોટથી સ્વાદિષ્ટ પકોડા બનાવો