શિયાળામાં સાંજના નાસ્તામાં અથવા જમવા માટે કઈક અલગ રેસીપી ટ્રાય કરવા માંગતા હોવ, આ રેસીપી તમે દહીંની સાથે સર્વ કરી શકો છો.
બાજરીનો લોટ, મેથીની ભાજી, લીલા મરચાં, ધાણાજીરું,તલ, હળદર, લાલ મરચું પાઉડર, દહીં, મીઠું, તેલ.
એક બાઉલમાં બાજરીનો લોટ,સમારેલી મેથીની ભાજી,ધાણા જીરું પાઉડર,લાલ મરચું પાઉડર,હળદર,દહીં,તલ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીનેને પરોઠાના માટેના લોટની જેમ થોડો કઠણ લોટ બાંધી લો.
હવે લોટમાંથી લીંબુ જેવડા લુઆ બનાવી તમારી હથેળીથી દબાવીને ગોળાકાર ઢેબરા બનાવો.
હવે એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરીને ઢેબરાને બનેં બાજુ હળવા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
મેથીના ઢેબરા રેસીપી સર્વ કરવા માટે તૈયાર છે, તમે તેને દહીં,અથાણાં કે ચા સાથે પૌષ્ટિક નાસ્તાનો સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.